नवरात्रि के अद्भुत उपाय

नवरात्रि के अद्भुत उपाय

હાલમાં માઁ અંબાની આરાધનાનું પર્વ નવરાત્રિ ચાલી રહ્યું છે, ત્યારે દરેક ભક્ત નવરાત્રિના નવે નવ દિવસ માઁ અંબાના વિવિધ રૂપોની પૂજા અર્ચના કરીને તેમની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માટે બનતા તમામ ઉપાયો કરે છે. નવરાત્રિના દિવસોમાં આરાધના, ઉપવાસ, હોમ, હવન સિવાય કેટલાક ટોટકા પણ અચૂક કાર્ય કરે છે. આ કારણે જ ઘરના વડીલો બાળકોને નવરાત્રિમાં કોઇના ઘરે જવા માટે રોકે છે, અથવા તો કોઇ અજાણી વ્યક્તિ દ્વારા આપવામાં આવેલો પ્રસાદ નહીં લેવાની સલાહ પણ આપે છે.

પરંતુ ટોટકા હંમેશા ખોટી નિયતથી જ નથી થતા. કેટલાક ટોટકા સારા પણ હોય છે. જે આપના જીવનને સરળ અને સુખમયી બનાવી શકે છે. અને એટલે જ જો તમે નવરાત્રિના દિવસોમાં આ ટોટકા અપનાવો છો, તો તમારા જીવનમાં જરૂરથી લક્ષ્મી અને વૈભવની કૃપા બનેલી રહે છે.

આવો જાણીએ આવા જ કેટલાક ટોટકા અંગે
આવો જાણીએ આવા જ કેટલાક ટોટકા અંગે
લીંબુ: નવરાત્રિના પર્વમાં તમારા ઘરના મુખ્ય દરવાજા પર લીંબુ બાંધી લો. જે તમને ખરાબ નજરથી બચાવશે અને તમને સ્વસ્થ્ય પણ રાખશે.

• નવરાત્રિના દિવસોમાં જરૂરિયાતવાળા લોકોને કાળા તલનું દાન કરવાથી તમારા પર લક્ષ્મી કૃપા થાય છે.

• નવરાત્રિમાં કોઇ કુવારી કન્યાને લાલ રંગના કપડા ગીફ્ટ કરો. જેથી તમારા સન્માનમાં વધારો થશે.

• કાળા રંગથી દૂર રહો નવરાત્રિના નવ દિવસ કાળા રંગનો કોઇ પણ સામાન જેમકે કપડા, જૂતા, ઘડિયાળ, બેગ વગેરેથી દૂર રહો, તે તમને ખર્ચાળ બનાવશે.

• નવરાત્રિના દિવસોમાં પીળા રંગના વસ્રો પહેરવાની કોશિષ કરો, આ ટોટકો તમને આર્થિક મજબૂતી આપશે.

• નવ દિવસ દરમ્યાન પ્રાત વહેલા ઉઠીને માંનું ધ્યાન કરીને પાણી અર્પણ કરો તમને નોકરી જલ્દી મળશે.

• નવ દિવસ સુધી સફેદ ચોખા કોઇ ભિખારીને આપો, જેમના લગ્ન નથી થતા તેમના લગ્નની વાત આગળ વધશે. અને જેમને બાળકો નથી થતા તેમના ઘરે પારણું બંધાશે.

જય માતાજી
K. M. Bujjad

No Comments

Post A Comment